નવી દિલ્હી: કોરોના (Fight Against Corona virus) સામેની લડતમાં ભારતના પ્રયત્નોને આખી દુનિયા બિરદાવી રહી છે. વૈશ્વિક સ્તરે અનેકવાર આ અંગે ભારતના વખાણ પણ થયા છે. હવે એકવાર ફરીથી વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એક આદતના કારણે ભારતીયોથી દૂર ભાગી રહ્યો છે જીવલેણ કોરોના!, અત્યંત ચોંકાવનારો ખુલાસો


ફોન પર થઈ ચર્ચા
WHOના પ્રમુખે કોરોના વેક્સિનના નિર્માણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે PM નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતી ટ્વીટ કરી છે. તેમણે કહ્યું કે તેઓ કોરોના સામેની લડતમાં ભારતીય પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાનો આભાર માનવા ઈચ્છે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને WHOના ડાઈરેક્ટર જનરલ  ટ્રેડોસ ઘેબ્રેસસ (Tedros Adhanom Ghebreyesus) વચ્ચે કોરોના મહામારીને પહોંચી વળવા માટે વૈશ્વિક સ્તર પર ચાલી રહેલી ભાગીદારી સંબંધે બુધવારે ફોન પર ચર્ચા થઈ. આ દરમિયાન આધુનિક ચિકિત્સા પદ્ધતિની સાથે સાથે પરંપરાગત ઔષધિઓને સામેલ કરવા અંગે પણ વિચાર-વિમર્શ થયો. 


Corona Update: કોરોનાના એક્ટિવ કેસ પર સારા અને રસી વિશે ચિંતાજનક સમાચાર, બંને જાણવા ખુબ જરૂરી


ખતરાની ઘંટી! શિયાળાની શરૂઆત થતા જ વધ્યું હવાનું પ્રદૂષણ, અત્યંત ચોંકાવનારા આંકડા


સાર્થક ચર્ચા માટે ધન્યવાદ
આ ચર્ચા બાદ વિશ્વ આરોગ્ય સંગઠનના ડાઈરેક્ટર જનરલ ઘેબ્રેસસે ટ્વીટ કરીને PM મોદીના વખાણ કર્યા અને તેમનો આભાર વ્યક્ત કર્યો. તેમણે લખ્યું કે 'નમસ્તે પીએમ મોદી, વૈશ્વિક સ્તર પર પરંપરાગત ચિકિત્સામાં જ્ઞાન, રિસર્ચ અને તાલિમ માટે અમારા સહયોગ અને એડવાન્સ એક્સેસને મજબૂત કરવા પર એક ખુબ જ સાર્થક વાતચીત માટે આભાર.' તેમણે બીજી ટ્વીટમાં કોરોના વેક્સિનના નિર્માણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે PM મોદીની પ્રતિબદ્ધતાને બિરદાવી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube